કલમની કથા
કલમની કથા
1 min
401
મારી કોઈ સાંભળતું નથી વ્યથા
કોઈ રક્તરંજિત વર્ણવે છે કથા,
પલક વિરહ અગનના રેલાવે અશ્રુ
એ કજજલથી કેમ લખું હું કથા ?
હકીકતમાં દુઃખ, દર્દને ખાળવા લખું
ચહું છું હું એવા કવિની લેખની થવા,
'અ' થઈ જ્ઞ' સુધીની બારાખડી છે
'વેદ',
કૃષ્ણ પાસે ઝંખું મોરપીંછ, શારદાની લેખની થવા.
