કવિતા વેચવી છે
કવિતા વેચવી છે
ઉત્તમ રચનાઓ રચાય છે
ભાવનાઓ વહેંચાય છે
સંવેદના બુઠ્ઠી થાય ત્યારે
કોઈની કવિતાઓ ચોરાય છે,
અનુભવના એરણે ચડી લખું છું કવિતા
ત્યારે હૃદયના ઘા રક્તરંજિત થાય છે,
શાને ઉછીના શબ્દો કોઈ ના છે લેવા,
શું તારામાં જમિર ખૂટતું જણાય છે ?
મેં જે અનુભવ્યું અને સંવેદ્યુ છે સખે
એને જો કવિ કહેવાય તો કહેવાય છે,
નથી વહેતી કરવી મારે સંવેદના
પુસ્તક તો ઢગલાબંધ છપાય છે,
પણ, લખાયેલી વ્યથાને દૂર કરવાના પ્રયાસો થાય છે,
ખોતરો બુઠ્ઠી થઈ ગયેલી લાગણીનાં જખ્મોને
કવિતા ચિત્કાર કરી રચાવા તૈયાર છે,
મારે મારી કવિતા વેચવી છે આજે
જો એવી જ પીડા અનુભવવા જે તૈયાર છે,
આ ખમીરવંતી કલમ છે નહીં થાય બુઠ્ઠી,
વેદને પરખવા એને વેદનાની ધાર છે.
