સત્વ
સત્વ
સફેદ સ્વચ્છ, આકાશની ઉદારતા,
જોઈ ડોલી ઊઠ્યું, મન હી મન,
છત્ર બની ઊભું તે ગરીબો કાજે,
નીતનવીન રહે છે, હરહંમેશ સદા,
નથી રાખતું દ્રેષ, છે નિર્ભયતાનું પ્રતીક,
નિર્ભય રાખી સાચવે પશુપંખી,
વિશાળ ગગને નીરવ શાંતિ દીસે,
અઢળક તારાઓને સાચવી,
દેતું મા સમ શરણું,
રાખે છે મા તુજ સમ, ઉદારતા શુદ્ધતા,
દિન રાત મહીં જોયા, કરતું પૃથ્વીલોક,
દિવસે સમાવ્યો છે અગનગોળો સૂર્ય,
તો રાતે ઝળહળ્યો ચાંદનીરૂપી ચંદ્ર,
નવલી રાતે તુજ થકી ઘૂમીએ ગરબે,
શક્તિ પર્વ ઉજવીએ, દેજે શાંતિ અમને.
