STORYMIRROR

Tejal Parekh

Inspirational

3  

Tejal Parekh

Inspirational

ગગન

ગગન

1 min
118

સફેદ સ્વચ્છ આકાશની ઉદારતા

જોઈ ડોલી ઊઠ્યું મનહી મન,


છત્ર બની ઊભું તે ગરીબો કાજે,

નીત નવીન રહે છે હર હંમેશ સદા,


 નથી રાખતું દ્વેષ નિર્ભરતાનું પ્રતીક,

 નિર્ભય રાખી રાચતે પશુ પંખી,


વિશાળ ગગને નીરવ શાંતિ દીપે, 

અઢળક તારાઓને સાચવી દેતું મા સમ શરણું,


રાખે છે મા સમ ઉદારતા શુદ્ધતા,

દિનરાત મહી જોયા કરતું પૃથ્વીલોક,


દિવસે સમાવ્યો અગન ગોળો સૂરજ,

તો રાતે ઝળહળ્યો ચાંદનીરુપી ચાંદ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational