STORYMIRROR

Tejal Parekh

Others

3  

Tejal Parekh

Others

માવલડી

માવલડી

1 min
211

માડી તારી ચૂંદડીના રંગ છે અનેક,

 વાદળી વાદલડી તો ઊર્જા સ્ત્રોત,


 માડી તારા રંગોનો મહિમા અપાર,

 ઊર્જાનો સ્ત્રોત તું શક્તિ સ્ત્રોત,


 દસે દિશાઓમાં ગૂંજે તારા શક્તિનાદ,

 તું છે વૈભવી અન્નપૂર્ણા દેવી,


 શોભે છે તું વાદળી ચૂંદડી થકી,

 સોળે શણગાર સજી ઓ દેવી,


 આસુરીવૃત્તિનો નાશ કરનારી,

 ઊર્જા પ્રતીક તું વાદલડી શક્તિ.  


Rate this content
Log in