આદિશકિત
આદિશકિત
1 min
145
આદિ શક્તિ તું દેનારી અપાર શક્તિ,
આવ્યો તમ શક્તિ પર્વ ઉજવીએ અમ બાળ.
જન્મ આપી તું કરતી પોષણ,
મા સણ કરતી રક્ષણ સદા.
દીકરી રૂપે અવતરે તું શક્તિ સ્ત્રોત,
તું શોભી અમ આંગણું પગલે તારા.
દીકરી સમ તારો વૈભવ અનેરો,
શા હાલ તુજ આ કળયુગમાં.
સમય આવ્યો બનતી મહાકાલી મા,
રક્ષણ થકી બનતી શક્તીરૂપા સંહારકઓ દેવી.
