હિતાક્ષી
હિતાક્ષી
1 min
211
પીતાંબરીના રૂપક એવા,
અંગરણ પહેરી આવ્યા માડી,
આનંદ ઉલ્લાસની હેલી લાવી,
માડીના પગરણ ગરબે ઘૂમે,
દેતી અપાર અનંત શક્તિ
માડી તારા શરણે આવી,
ગરબે ઘૂમે બાળ તારા,
પહેરી રંગબેરંગી ઓઢણ,
પીળા લાલ વિવિધ રંગો,
દેતા અનેકો પ્રતીક તારા,
ભરી હૈયે ઉલ્લાસ ઉમંગ,
માડી તારા કુમકુમ પગલે,
ગરબે ઘૂમે બાળ અધીરા,
લેતા આશિષ તવ ચરણે.
