STORYMIRROR

Tejal Parekh

Drama

3  

Tejal Parekh

Drama

શૂન્યાવકાશ

શૂન્યાવકાશ

1 min
190

એકાંતમાં તો હું

 સૌથી વધારે મારી પોતાની સાથે જ હોવું છું,

 મારી ઉલઝનો,

 મુશ્કેલીઓ આ બધામાં જ ફસાયેલી રહું છું,


હા, વચ્ચે વચ્ચે થોડીક જિંદગી પણ જીવી લઉં છું,

ગમતીલા પુસ્તકોનો સંગાથ,

મનગમતું મસ્ત મજાનું સંગીત પણ સાંભળી લઉં છું,


 મુશ્કેલીઓ તે સમયે મારાથી દૂર હોય છે 

એટલે પોતાની જાતને જ પોતાની જાત સાથે માણી લઉં છું,


સ્પેશ્યલી કલમ પકડી કલમની ચલાવવાનું,

ક્યાંક શાંત બની બેસી ખુદમાં જ ડૂબી જવાનું,

 આ અહેસાસ મને હર હંમેશ અંદરથી ખુશી આપી છે,

 અને એક ગજબનો સૂકૂન પણ 

ભીડથી દૂર રહેવું હવે વધુ ફાવી ગયું,


બનાવટી લોકો, જીભની મીઠાશ પાછળ રહેલી ચાલાકી,

હવે પળવારમાં સમજાઈ જાય છે,


સંબંધોના ગણિતમાં સમર્પણ ભાવની બાદબાકી

અને ઉપયોગના ભાવનો સરવાળો વધી ગયો,

ખોટા મતલબી દેખાડા કરવાની ફાવટ ન હતી,

ન હતી ત્રેવડ કામ કઢાવવાની,


સીધી લીટીમાં ચાલનારાને

 વાંકી ચૂકી લીટીમાં ચાલતા ન ફાવ્યું 

 છેવટે સમજાયું કે

 આનંદ, ખુશી તો પોતાની જાત સાથે રહેવામાં છે,


 માંડી વાળ્યુ બીજાને પોતાના બનાવવા...

 લાવને જાતને જરા ઓળખી લઉં,

 "શ્યામા" બની ખુદને જ શણગારી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama