નવદેવી
નવદેવી
1 min
148
તારી ઓઢણી શોભે છે બહુસારી,
નવરંગી મેઘ ધનુષી શોભા તવ.
વિદ્યા જ્ઞાનને તું દેનાર ઓ દેવી,
અનિષ્ટની સંહાર કરનારીઓ દેવી.
તેજ અપાર ઝળહળે તવ મુખે,
વિધ્નને તો હરનાર ઓ દેવી.
લેતી આકરી પરીક્ષા તો તું
લેતી સંભાળ પણ અમ ઓ દેવી.
જ્ઞાન તે જ પ્રકાશનું પ્રતીક,
નવલી રાતે ઘૂમે નવ દેવી.
