પાલનહાર
પાલનહાર
1 min
177
દૈત્યની તુંં દેવી સંહારક,
તત્વસત્વ સાથે હર હંમેશા,
અંધકારને તું દૂર કરનારી,
દેતી પ્રકાશ અમને,
લીલા તારી હર હંમેશ અનેરી,
સાચવતી સદા તવ બાળ,
દુષ્ટોનો તે કર્યો સંહાર,
બચાવી તે અમ ધરા,
પોષ્યા તે અમ સહુને,
તુંં જ અમારી પાલનહાર,
કરી આસુરીવૃત્તિ દૂર,
દીધો અમ ઉર પ્રકાશ,
ભૂખરો રંગ અર્થ તારો,
મહિમા અપરંપાર તારો,
અનિષ્ટોને દૂર કરી તુંં,
અજવાળી અમ જીવન.
