STORYMIRROR

Bhairvi Maniyar

Drama

3  

Bhairvi Maniyar

Drama

માતાજી પધાર્યાં

માતાજી પધાર્યાં

1 min
149

માતાજી પધાર્યાં આજ મારા ગરબામાં,

ચારે કોર પથરાયો ઉજાસ,

માડી તારા ગરબામાં,


ગભરાયો માનવી કોરોનાકાળમાં,

અંતરમાં જાગી સૌને આસ,

માડી તારા ગરબામાં,


શ્વાસ રુંધાય છે મલિનીકરણમાં,

હરિયાળી થાશે આસપાસ,

માડી તારા ગરબામાં,


બાળ પૂરાયાં જોને પોતાનાં ઘરમાં,

શાળા ખૂલવાની એને આસ,

માડી તારા ગરબામાં,


દીકરી, વહુવારુ ને સાહેલીના સાથમાં,

ગરબે ઘૂમવાની સહુને આસ,

માડી તારા ગરબામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama