વાટલડી
વાટલડી
હું તો રે જોતી,
મારા સાજન કેરી વાટડી,
કાળી તે રાતલડી,
રોઈ રોઈ જાય મારી,
શમણાં સજાવી બેઠી હું તો,
મારા પિયુંની યાદમાં,
રહી છું હું તો,
એકલી અટુલી,
યાદોમાં સૂવું હું તો દિન-રાત,
વરસે છે વાદળ કેરા નયનો,
ભાન ભૂલાવી બેઠી હું
શાન ભૂલાવી બેઠી હૂં,
જોવા એક ઝલક, મારા સાજન,
કેમ રે વિસરાવું હું,
તમારી યાદોને,
કેમ રે સજાવું હું, તમ વિના,
સોળે શણગાર,
ઓ મારા વાલમજી,
હું તો રે જોતી,
મારા સાજન કેરી વાટડી........
