Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

મુલાકાત

મુલાકાત

1 min
144


ચાલી રહ્યો હતો નિર્જન રસ્તે હું,

અજાણતાં કોઈ મુજને મળી ગયું,

જાણે મારૂં હોય તેમ લાગતા મુજને,

જીવનમાં એક પ્રેમનું પાત્ર મળી ગયું,


એકલતામાં જીવન વીતાવતો હતો હું,

તેની મુલાકાત થઈ તે મુજને ગમી ગયું,

તેનું મધુર સાંનિધ્ય મળી જતા મુજને,

હૃદય મારૂં પ્રેમથી ખૂબ ધડકી ગયુંં,


અદ્ભૂત સુંદરતા નિહાળી રહ્યો હતો હું,

તેના સૂરીલા ટહૂકા થઈ મન હરખી ગયું,

તેની નજર સાથે નજર મેળવતા મુજને,

તિરછી નજરથી ઘાયલ બનાવી ગયું,


નિખરતું તેનુ યૌવન નિહાળતો હતો હું,

તેનું યૌવન મુજને મદહોશ બનાવી ગયુંં,

હું દોડ્યો અને તે દોડી, ભેટી ગઈ મુજને,

હૃદયમાં શરણાઈના સૂર રેલાવી ગયું,


મિલનની આગમાં તડપી રહ્યો હતો હું,

પ્રથમ મિલન આજ મધુર બની ગયું,

હૃદયમાં તેને પ્રેમથી વસાવીને "મુરલી",

મારા જીવનની વસંતને મહેકાવી ગયું.


Rate this content
Log in