STORYMIRROR

Sheetal Bhatiya

Drama Romance Inspirational

4  

Sheetal Bhatiya

Drama Romance Inspirational

ગઝલ - તૈયાર છું

ગઝલ - તૈયાર છું

1 min
401

જો તું મળે તો હું બધું ઠુકરાવવા તૈયાર છું!

હો દર્દ તો પણ હું હવે સ્વીકારવા તૈયાર છું!


તારા જ શબ્દોની અસર મારી ઉપર કામણ કરે,

જો તું મળે એકાંતમાં સમજાવવા તૈયાર છું!


તારા વિનાની એકપણ પળ જો મને માફક નથી,

દે સાથ હર સંજોગને શણગારવા તૈયાર છું!


ના જિંદગીભર આપણે સાથે રહ્યાં તો શું થયું ?

જો મોત આવે મોતને પણ મારવા તૈયાર છું!


તું દીપ છે દાહક ઘણો હું શીત છું કોમળ ઘણી,

હું જાત આખી તુજ મહીં ઓગાળવા તૈયાર છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama