કવિતા
કવિતા


કવિના હૃદયનું આલેખન કરે છે કવિતા.
નિતનવા વિચારો સમાજને ધરે છે કવિતા.
હૈયાવલોણાંને અંતે આકાર જે પામતી,
ઉરના સઘળા ભાવોને આકારે છે કવિતા.
કવિના અંતરનો ઓટોગ્રાફ જ જોઈ લો,
દિલના દર્દને શબ્દો થકી મઠારે છે કવિતા.
સત્ય સનાતન સહજ પ્રગટ થઈ રહેનારું,
જાણે કવિના માધ્યમે ઈશ ઉચ્ચારે છે કવિતા.
ખળખળ વહેતા ઝરણા સમી નિખાલસ,
રખે પરમના આદેશ થકી અવતરે છે કવિતા.