રામ તમે
રામ તમે


મારા અંતરના આધાર રામ તમે.
મારા ઉરતણા ધબકાર રામ તમે.
કેવટ થૈ હું નૌકા ચલાવું ગંગા તીરે,
આવો કરાવું હું ગંગા પાર રામ તમે.
શલ્યા બની પડી હું સિદ્ધાશ્રમમાં,
કરું ચરણરજનો પોકાર રામ તમે.
અહં મારું થૈ ધનુષ છે જનકપુરે,
તોડી દ્યો સીતા ભરથાર રામ તમે.
મિત્ર થવા બની સુગ્રીવ વિચરતો,
આવો હનુમંત સંગ દ્વાર રામ તમે.
તરફડું રાવણ પ્રહારે ઝંખતો પ્રભુ,
જટાયુની વેદનાને હરનાર રામ તમે.
વીણી બોર હું કરું પ્રતિક્ષા રામની,
શબરીનાં બોર આરોગનાર રામ તમે.
થૈ શરણાગત આવું પ્રભુ લંકા તજી,
વિભીષણના તારણહાર રામ તમે.