છું હું
છું હું
1 min
346
નથી એકડો તોય ઘૂંટાયેલ છું હું!
સતત, શૂન્ય માંહે છૂપાયેલ છું હું?
હશે કોઈ ઉછાળી રમે દાવ-પેચ
પછી, હાથ વચ્ચે દબાયેલ છું હું,
કોઈની છું પાટને કોઈની ચીલ થઈ ગઈ
તો ક્યાંક અદ્ધવચ્ચે જ ફસાયેલ છું હું!
ક્યાંક ચઢું મૂરત પર ક્યાંક પેટીનું દાન થઉં,
પછી, કેદ માંહે જ પૂરાયેલ છું હું,
રહું શૂન્ય સાથે છતાં એકલો છું,
કોને જઈ કહું કે ઘવાયેલ છું હું?
રડે કોઈ મુજ પર, હસે કોઈ મુજ પર,
કેવી સાધુતા એ સધાયેલ છું હું!
ના પૂછો હું શું છું? ના હોવ તોય હું છું,
ભલે, રહ્યો સિક્કો સદા કાળથી ને,
તોય હર નોટ માંહે સ્થપાયેલ છું હું.