બળ
બળ

1 min

23.8K
જિંદગીની સફરમાં,
બળ જરૂરી થઈ ગયું
બંદગીની ડગરમાં પણ,
ગુરુરી થઈ ગયું !
સાચના માર્ગ પર,
ચાલતાં-ચાલતાં,
વિઘ્ન જો આવતાં,
કોહીનુરી થઈ ગયું.
રામના વાનર હતાં,
પણ ક્યાં ગયા અરે !
એમનું જીવન પણ,
કાં લંગુરી થઈ ગયું ?
એકલા રણ મધ્ય જઇ,
ગર રથ થોભશે,
તો અર્જુનનું ગાંડીવ હવે,
છરી સ્વરૂપ થઈ ગયું.
રાજપાટ પામવાને રમત રમાય છે
ચાલ,ચાલી હર સંગે,
છળ જરૂરી થઈ ગયું
જિંદગીની સફરમાં,
બળ જરૂરી થઈ ગયું
બંદગીની ડગરમાં પણ,
ગુરુરી થઈ ગયું !