STORYMIRROR

Zalak Bhatt

Others

3  

Zalak Bhatt

Others

સમય

સમય

1 min
11.6K


સમય સમયની વાત છે

સમય -સમયનો સાથ

સમયથી સમય દૂર કરે

સમય દે સમય પર સાથ


સમય સમાવે સોડમાં

સમય કરે ઘરથી બાકાત

સમયની જુઓ સારણી

સમય ફરે અજ્ઞાત !


સમયને સમયસર સમજી

સમય પર કરો રજુઆત

સમય પલકમાં બંધ છે ને

સમય વિશ્વે સાક્ષાત


પલટી દો, સમયને સમયસર

સમયનો ઝાલી હાથ

સમય- સમયની વાત છે

સમય -સમયનો સાથ !


Rate this content
Log in