મા
મા

1 min

11.3K
વ્હાલનો સાગર મળે
માત ના એ કર વળે,
લાગણી ઉભરાય છે
તોય વઢ આપી છળે,
જો કહું તો ચૂપ રહે
ના કહું, શું થયું રે !
હું જ એ બદમાશ છું
હું જ પતંગ ભોળું અરે !
કેમ એ સમજાવવું
આ જગત ડોળુ જ છે,
આંખ આંસુ સાર નૈ
કોઈ ન'વે ઓરું અરે,
વ્હાલનો સાગર મળે
માત ના એ કર વળે.