ડોકટર
ડોકટર


ડોકટર આજ -કાલ દેવતા કે'વાય છે,
તેમની દવાથી જિંદગી જીવાય છે.
જો પ્રસન્ન થાય તો દે નવજીવન,
નૈ તો હાથ આવેલ જીવ ઉકલી જાય છે.
ડોકટરની બોણીના ભાવના પૂછો,
કાન, નાક, આંખના કરોડો થાય છે.
જો પોતાની સ્થિતીનો કરે ઉપયોગ ખરો,
તો ડોકટર ખરેખર, દેવદૂત કે'વાય છે.