કવિતા
કવિતા

1 min

443
ઈશની પ્રેરણા બનીને અવતરે છે કવિતા.
શબ્દો સંવારી એમાં પ્રાણ ભરે છે કવિતા,
કવિની ઊર્મિ અક્ષરદેહે આકાર પામનારી,
જાણે કે એના હૃદયને એ ચિતરે છે કવિતા.
પ્રસૂતાવત હોય છે દશા સર્જકની એ વેળા,
ક્યારેક અંતિમ ચરણે નામને ધરે છે કવિતા.
નથી કેવળ વિનોદ કે મોજમજા એમાં હોતી,
સનાતન સત્યો કવિ હૃદયથી ઝરે છે કવિતા.
ઉરના સ્પંદને ઈશવાણી રખે બની જનારી,
વાચકની પ્રસન્નતામાં વળી એ ઠરે છે કવિતા.