ચકમક પથ્થર
ચકમક પથ્થર


યાદ છે એ ચક્મકનો પથ્થર?
સળગાવતા મૂકીને રૂનો થર?
ચમકતો સફેદ અશ્માનો ટુકડો
સળગે અશ્મ બીજો લાવો ઢુકડો
ક્રુમૂક એકલો હોય તો રહે નિષ્ક્રિય
વેદાગ્નિ પ્રકટે કર્યે પ્રહારે સક્રિય
ગુસ્સો આવ્યે બેની ચકમક ઝરે
વળી સમજણ પડ્યે ઝઘડો ઠરે
ચકમક વજ્રથી પણ બહુ સખત
સળગતો પાષાણ આવ્યે વખત
પ્રાગૈતિહાસિક રહ્યું'તું હથિયાર
રાંધવા અને શિકારનું હતું યાર
ચક્મકથી બે બીડી સળગાવતા
બાકસ ને લાઇટર ક્યાં આવતા?
ચકમકની પહાડી ધોળી શીલા
છબે રમી બચ્ચા કરતા લીલા
હાથ પગમાં જયારે પડતા ઘા
ઉપલથી જીવજંતુ રહેતા આઘા
યાદ છે એ ચક્મકનો પથ્થર?
ભેરુ જયારે ઠંડી ધ્રુજતા થરથર.