STORYMIRROR

Nirali Jarasania

Drama

4  

Nirali Jarasania

Drama

ક્યારેક

ક્યારેક

1 min
743

ક્યારેક એકાંતમાં પણ કોઈકનો સાથ હોય એવું લાગ્યા કરે છે,

ક્યારેક લોકોની ભીડમાં પણ એકાંત લાગ્યા કરે છે!


ક્યારેક શબ્દો વગર પણ સાદ સંભળાયા કરે છે,

ક્યારેક અવાજો સુન્ન થતા જણાયા કરે છે!


ક્યારેક સંગીતના સૂર દિલ જીતી લે છે,

ક્યારેક એ જ સૂર બેમતલબ લાગ્યા કરે છે!


ક્યારેક ઝરમર વરસાદ પણ ખુશીનું કારણ હોય છે,

ક્યારેક એ જ વરસાદ લુચ્ચો લાગ્યા કરે છે!


ક્યારેક બીજાની જીત પણ પોતાની લાગ્યા કરે છે,

ક્યારેક પોતાની જીત પણ નજીવી લાગ્યા કરે છે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama