ગામ દર્શન
ગામ દર્શન


છૂપાતો ચંદ્ર ને ડોકિયું કરતો સૂરજ,
લાગે મને આ દ્રશ્ય બહુ રૂડું-રૂપાળું!
ગામની પાદર ને મંદિરની ઝાલર,
લાગે મને આ દ્રશ્ય બહુ રૂડું-રૂપાળું!
ખળખળ વહેતી નદી ને અડીખમ પર્વત,
લાગે મને આ દ્રશ્ય બહુ રૂડું-રૂપાળું!
પવનની લહેરખી ને પંખીનો કલરવ,
લાગે મને આ દ્રશ્ય બહુ રૂડું-રૂપાળું!
ધુળીયો માર્ગ ને બાળકોનું બાળપણ,
લાગે મને આ દ્રશ્ય બહુ રૂડું-રૂપાળું!