STORYMIRROR

Nirali Jarasania

Inspirational Others

2.5  

Nirali Jarasania

Inspirational Others

બક્ષિસ

બક્ષિસ

1 min
492


કોઈ ગુલાબ હાથમાં જ રહી ગયું,

કોઈ ગુલાબ તેને અર્પણ થઈ ગયું !


કોઈ ગુલાબ પિતાની અર્થી જોઈ મુરજાઈ ગયું,

કોઈ ગુલાબ પતિને નત મસ્તક થઈ રડી રહ્યું !


કોઈ માતા પોતાના કલેજાના ટુકડા જોઈ રહી,

કોઈ પિતાનો ખભો તૂટી ગયો !


કોઈ બહેનની રાખડી હાથમાં જ રહી ગઈ,

કોઈ ભાઈની આંખો ગર્વથી ભીંજાય રહી !


હે કૃષ્ણ ! હેતે સ્વીકારજો આ શહીદ નવ જવાનોને,

આપી પ્રાણની બક્ષિસ જેમણે આપની જન્મભૂમિને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational