રાધા
રાધા


શ્વાસોશ્વાસમાં સંવેદી શ્યામને
રોમેરોમથી પુલકિત થઈ છે રાધા.
ગોકુળની ગોપકન્યાઓની ફરિયાદમાં
ગોરસમાં જ મુખરીત થઈ છે રાધા.
કદંબ ડાળે ડાળે શોધતી શ્યામને
મોરલીમાં જ મધુરગીત થઈ છે રાધા.
ગુંજે છે ટહુકો ગોકુલ-વૃંદાવનમાં
મોરપિચ્છમાં જ મોહિત થઈ છે રાધા.
ભલે હજાર નામ હોય તારા ઓ કાના
એક જ નામમાં સુરભીત થઈ છે રાધા.
લેવાતું રહ્યું છે પ્રથમ નામ એનું કાનાથી
જગતભામાં અમારપ્રિત થઈ છે રાધા.