STORYMIRROR

Tirth Soni "Bandgi"

Drama

4  

Tirth Soni "Bandgi"

Drama

વાસંતી દુહા

વાસંતી દુહા

1 min
664

સુણ્યા કોયલ ટહુકા, ને વા વાસંતી વાય,

ફાગ તારા આદરા, પ્રીત સુવાસ છવાય...


ધરાં એ ઓઢી લીલી ઓઢણી, ને ઓઢણી માં ટાંક્યા ફૂલ,

એ આવી - આવી રુડી ઋત વસંત, પ્રેમ સુવાસ ભરપૂર...


ખીલી કળીઓ, રવિ ઊગ્યાં, ને ધરણીને ઝાકળનો શણગાર,

મંદ વાયે શીળો - શીળો વાયરો, ને કરે પારેવડાં કિલકાર...


કૂણી કિરણ પ્રભાતે નીકળી, છોડી રવિરાયનો દેશ,

દોડી દોડી એ આવતી, રાણી ધરણીના પ્રદેશ...


કિરણ મળી માત ધરાં ને, સુણાવે સૂર્ય તણો સંદેશ,

સંક્રાન્ત ગઈ પોષ ગયો, આવશે હમણાં વસંત તારે દેશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama