Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Tirth Soni "Bandgi"

Inspirational

4  

Tirth Soni "Bandgi"

Inspirational

જૂર્રત કરી છે

જૂર્રત કરી છે

1 min
417


છે મૂર્જાઈ ને ખરી જવાનું નિશ્ચિત ને અલ્પ મારી આયુ,

છતાં સુગંધ ને સુંદરતા લઈ, ખીલવાની જૂર્રત કરી છે.


તૂટીશ, કચડાઈશ, મુર્જાઈશ, હું પડીશ નોખું ડાળથી,

છતાં મારી દરેક પાંખડી ને, જકડવાની જૂર્રત કરી છે.


નહિવત છે અસ્તિત્વ મારું, આ વિશાળ ધરણી પર,

છતાં અનંત આસમાનને, અડકવાની જૂર્રત કરી છે.


છે હવામાં જોર એટલું, કે પળવારમાં પીંખી નાખે મને,

છતાં મેં એની ત્રેવડને, લલકારવાની જૂર્રત કરી છે.


આવશે અંત જીવનનો, છું નાશવંત એ સત્ય જાણું છું,

છતાં મેં મારા મૃત્યુ ને, પડકારવાની જૂર્રત કરી છે.


નથી પરવાહ જગતની કરી, શું કહેશે નથી વિચાર્યું કદી,

પ્રત્યેક પળ જીવી મેં છટાથી, ખરવાની જૂર્રત કરી છે.


Rate this content
Log in