રેખાઓ
રેખાઓ


કોઈ ક્ષિતિજે રોજ કરતું રંગબેરંગી રેખાઓ,
ને અવનીની આંખો ઢળે ને, હળવે હળવે રૈન પડે.
કોઈ ખીલતા ચેહરાના સ્મિતની શ્વેત રેખાઓ,
નેપથ્ય આડે સંતાતા, ચોકલેટ જોઈ હસી પડે.
કોઈ પાંપળ પલકારની ચિતરતું કાળી રેખાઓ,
ને એ મુખ સ્મિત નિહાળવા ક્ષણો ખૂટે.
વ્હાલના વેહતાં મોજાંને તટની રેખાઓ,
વર્ષોથી વર્ણવતાં, પણ હજુ શબ્દો તૂટે.