કવિતામાં
કવિતામાં
સ્મરણોની સંદૂકને મેં સાચવી હતી હેતથી,
એક અંધારિયા ઓરડાની દીવાલમાં,
લઈ લાંપની નિર્મળ જ્યોત હું પેઠો ભીતર,
આંસુની સરિતા છલકી રહી'તી કાગળમાં,
કોરું કટ્ટ કાગળ જેની કોર સજેલ સ્યાહી વેલથી,
અગન વિણ સળગે એ ભળકે અંધારમાં,
સ્મરણોનો ખજાનો સંતાડેલ લાગણી અંદર,
દશાની, દર્દની દાસ્તાન લખી'તી કવિતામાં.