STORYMIRROR

Tirth Soni "Bandgi"

Classics Others

4  

Tirth Soni "Bandgi"

Classics Others

ખેલે ઠાકુર હોલી

ખેલે ઠાકુર હોલી

1 min
303

વસંત પાંચમથી ફાગ વદ એકમ સુધી

સ્વામીની સંગ વ્રજમાં ખેલે ઠાકુર હોરી


ચાલીસ દિ' નિત પ્રભુને ખેલાવાય

અવની રાતી થાય કેસર રંગ પથરાય

રૂડાં વસંતી પદો ને હોરી ધમાર ગવાય

ફૂલ ફાગ ને રસિયા ગાન મનોરથ થાય


અબીર - ગુલાલ કુમકુમ ચૌવા - ચંદનને

વિધ - વિધ રંગોની કંચન થાળીઓ સજી

કેસર કેસૂડાં જળમાં ઘોળી મટકીઓ ભરી

ગોપ - ગોપીએ હાથ સુનેરી પિચકારી ધરી


શ્યામા શ્યામ સુંદર સોનેરી શણગાર કરી

આવ્યાં બાગ પ્રભુ ડફ બજાવતાં કર ધરી

ભક્ત વિરહ પ્રતીક રૂપે રાળ દર્શન થાય

એ શોભાનું કરી વર્ણન "બંદગી" ગુણ ગાય

સ્વામીની સંગ વ્રજમાં ખેલે ઠાકુર હોરી


Rate this content
Log in

Similar gujarati poem from Classics