STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

3  

Ramesh Patel (Aakashdeep)

Drama

હાલો હાલો… જઈએ વૃંદાવનનાં મેળે

હાલો હાલો… જઈએ વૃંદાવનનાં મેળે

1 min
196

વેણુ વાગેને વનમાળી બોલાવે,

હાલો ..હાલો…જઈએ વૃંદાવનને મેળે

-કાનો મારો છેલ રે છોગાળો.

હાલે ગોકુળ ને હાલે … રે વ્રજ થઈ ઘેલું 


દોડે રે દલડાં વાટે કાલિન્દીને કાંઠે

વન મન મોરલા રંગે ટહુકે…

હાલો ..હાલો… જઈએ વૃંદાવનને મેળે

કાનો મારો છેલ રે છોગાળો,


દૂર ઢબૂકે છે ઢોલ ઝીલી હૈયાના બોલ

ગોપ -ગોપી કિલકાટે ઊડે હૈયે ગુલાલ

મસ્તીમાં મલકાવે માધવ ચિત્તચોર

હાલો…હાલો… જઈએ વૃંદાવનને મેળે

કાનો મારો છેલ રે છોગાળો,


કેડ કંદોરે સોહે બંસીધર કાન

લાગે રે મીઠડાં રાધા- કૃષ્ણનાં ગાન

મંદમંદ વાયુ વરસાવે વ્હાલ ચૂંદડીએ

હાલો ..હાલો… જઈએ વૃંદાવનને મેળે

કાનો મારો છેલ રે છોગાળો,


ઘૂમે મેળે રૂમઝૂમ છત્તર શણગાર,

સજે જોબન ઝીલી ઝાંઝર ઝણકાર 

મુખડું મલકે ને મોહન મીઠડો મ્હાલે 

હાલો… હાલો… જઈએ વૃંદાવનને મેળે

કાનો મારો છેલ રે છોગાળો,


વરસે વ્યોમેથી અંગ ઠૂમકે રે વ્હાલ

કાનજીના પાવો જાણે અમૃત સૌગાદ

ચગડોળે ચગિયો આનંદે નંદનો કિશોર

હાલો ..હાલો… જઈએ વૃંદાવનને મેળે…

..,મેળે …મેળે રે લોલ

કાનો મારો છેલ રે છોગાળો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama