સાહેલડી
સાહેલડી
આભે ઝબૂકે પેલી વીજ
ને ડુંગરે ગાજે મે
કેમ કરી જાવું મારે
મળવા પિયું ને સાહેલડી,
વરસે મે આજે વન વગડે
કાળી તે રાતલડી તણો
ચિત્તડું ચડે આજ ચકડોળે
ને મનડું મારુ મૂંઝાય સાહેલડી,
કેમ કરી જાવ હૈયા મારાં ભીંજાય
ને વરસે આ વાદલડી
કાળી રાતલડી ડરાવે છે મુંજને
જાવું મારે પિયું જોવે વાટ રે સાહેલડી.
