STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

આયનો

આયનો

1 min
200

શા માટે ચહેરો જૂઓ છો આયનામાં,

કદીક તો ઝાંખીને જૂઓ મારા દિલમાં,

આયનો તો ક્યારેક તૂટી જશે વાલમ,

ચહેરો કદરૂપો થઈ જશે પળભરમાં,


કેવો ચમકતો સુંદર ચહેરો છે તમારો,

તેને જૂઓ તમે મારા કોમળ દિલમાં,

તસ્વીર વસાવી છે તમારી દિલમાં વાલમ,

વિશ્વાસ દિલથી કરજો તમે મારા પ્રેમમાં,


મેળવો નજર તમારી મારા નયનમાં,

ન લાવો આયનાને તમે હવે વચમાં,

આયનો તો ક્યારેક તૂટી જાશે વાલમ,

ચહેરો કદરૂપો થઈ જશે પળભરમાં,


આયનો તો નાજૂક કાચનો ટૂકડો છે,

દિલ મારૂં ધડકે છે તમારા ઊંડા પ્રેમમાં,

જ્યારે વિશ્વાસ કરશો મારા દિલ પર વાલમ,

હરપળ સંભળાશે ધડકન તમને કાનમાં,


વસો કાયમ તમે "મુરલી" ના દિલમાં,

આયનાથી હટાવો ચહેરો તમારો ક્ષણમાં,

આયનો તો ક્યારેક તૂટી જાશે વાલમ,

ચહેરો કદરૂપો થઈ જાશે પળભરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama