STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

ગઝલ ગાઈ રહ્યો છું

ગઝલ ગાઈ રહ્યો છું

1 min
174

જ્યારથી તમને જોયા છે હું,

તમને મળવા તડપી રહ્યો છું,

તમારો પ્રેમ મેળવવા કાજે હું, 

ગઝલ ગાઈ રહ્યો છું.


દિદાર જોઈ લો તમે મારા હું,

કેવો તરસી રહ્યો છું,

તમારી યાદ મનમાં આવતાં હું,

ગઝલ ગાઈ રહ્યો છું.


સપનામાં સતાવો છો મુજને હું,

તમારૂં મિલન ઈચ્છી રહ્યો છું,

તમારો સુંદર ચહેરો જોવા હું,

ગઝલ ગાઈ રહ્યો છું.


વિરહ તમારો ભૂલવા કાજે હું, 

મયખાનામાં જઈ રહ્યો છું,

જામની પ્યાલી ગટગટાવીને હું,

ગઝલ ગાઈ રહ્યો છુંં.


સાદ કરૂં છું તમને દિલથી હું

મહેફિલ સજાવી રહ્યો છુંં,

"મુરલી" દિલમાં વસાવવા હું,

ગઝલ ગાઈ રહ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama