STORYMIRROR

Hiten Patel

Drama Tragedy Inspirational

4  

Hiten Patel

Drama Tragedy Inspirational

આ માણસ

આ માણસ

1 min
462

કોને પૂછું શું કામ આવું કરે

આ માણસ ?

તલવાર વગરની મ્યાન લઈ ફરે

ને લોથપોથ થઈ આખરે 

ચકલીના માળામાં આરામ કરે,


કોને પૂછું શું કામ આવું કરે 

આ માણસ ? 

ગંજીફાની રમતમાં જોકરને રમાડવા જિદ કરે 

ને સર વગરનો એક્કો લઈ 

રહી સહી ઘર વખરીને પાયમાલ કરે,


કોને પૂછું શું કામ આવું કરે

આ માણસ ? 

કાગડાના પેટમાં પાપ નથી 

ને પેલી વંઠેલી કોયલને વખાણી 

બિચારાને બદનામ કરે !


કોને પૂછું શું કામ આવું કરે

આ માણસ ? 

દરિયાના પેટમાં ચાકૂ હુલાવી 

મોજાંઓને મૈત્રીનો હાથ લંબાવે 

જાતના ફોટાને અમથો અમથો સલામ કરે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama