શહેરમાં ગામડું ભુલાય
શહેરમાં ગામડું ભુલાય
સિમેન્ટ કોંક્રિટના જંગલમાં કેદ થઈ છું
રૂડા રળિયામણા ગામડાથી વેત થઈ છું,
ગાર માટીના ઓટલા માડીના હાથના રોટલા.
આ સ્પાટેક પથ્થર, પીઝા બર્ગરની ગાંડી થઈ છું.
ભૂલાઈ છે ગામડાની ઠંડી હવા, વાતો પવન,
શહેરમાં ઠંડા કૂલર એ.સી ની આદિ થઈ છું.
ગામડાના પાદર પર રમાતી રમતો ક્યાં ગઈ
મોબાઇલમાં રમતોની કેવી વ્યસની થઈ છું.
આ શહેરની ઝાકમઝોળમાં ગૂંગળામણ કેવી,
છોડ્યું ગામડું એ શ્વાસ લેવાનું ભૂલી ગઈ છું.
