STORYMIRROR

Deviben Vyas

Drama

4  

Deviben Vyas

Drama

હિંમત

હિંમત

1 min
276

હોય હિંમત તે કદી પાછો પડે ના,

હોય હિંમત તે કદી ઊણો પડે ના,


માર્ગ કરતો કંટકોની પણ વચાળે,

હોય હિંમત તે કદી ટાંચો પડે ના,


તાપ તડકો પણ નડે એને કદી ના,

હોય હિંમત તે કદી રાંકો પડે ના,


ડુંગરા ઊંચા ભલેને હોય ચડવાં,

હોય હિંમત તે કદી ઝાંખો પડે ના,


ધ્યેય સાથે જે કદમ માંડે સદાયે,

હોય હિંમત તે કદી ટાઢો પડે ના,


હોય પરિસ્થિતિ વિકટ,પણ માર્ગ કાઢે,

હોય હિંમત તે કદી ફિક્કો પડે ના,


જે કરે નિર્ણય અડગ મનથી રહીને,

હોય હિંમત તે કદી નાનો બને ના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama