STORYMIRROR

Jagruti rathod "krushna"

Drama

4  

Jagruti rathod "krushna"

Drama

પુનઃસર્જન - ૨૭

પુનઃસર્જન - ૨૭

1 min
387

વિસાત તો માત્ર એક વિચારની જ છે !


અજબ કતૂહલ ભર્યું બાળમાનસ મહી,

ઉછળતા લોહીમાં ભર્યો ઉત્સાહ જેમ !

નિઃસ્વાર્થ પ્રેમ ને નિર્ભેળ ભોળપણાનું,

કુદરતી ચિત્રનું સર્જન ઈશ્વરે કર્યું એમ !


આશા અને ઉત્સાહ તો હોય ભીતરથી,

શાશ્વત તારુણ્ય મન સિવાય બીજે ક્યાં ?

મૃદુતા વિચારશક્તિની ઉભરી આવે મુખે,

શરીર પરની કરચલીઓ હસી ઊઠે ત્યાં !


અનેકોનેક શતાબ્દીઓથી મનુષ્યજાતિની

વિચારરૂપી શાળમાં વણાય અને પહેરાય,

દીર્ઘકાળથી પહેરેલા પ્રતિકૂળ વસ્ત્રો તજી

ફરી ફરી પૂર્ણ મનુષ્યનું પુનઃસર્જન થાય !


Rate this content
Log in

Similar gujarati poem from Drama