STORYMIRROR

Jagruti rathod "krushna"

Romance

4  

Jagruti rathod "krushna"

Romance

કાન ઘેલી રાધા

કાન ઘેલી રાધા

1 min
288

અધરાતે મધરાતે સપનામાં આવે,

વાંસળી વગાડી મને સૂતી જગાડે !


કહું છું જા દૂર ન આવતો સમીપ,

કીધી તે ઘેલી સાવ લાગે રે બીક !


સાસુ જાણે તો મને કાઢે ઘર બા'ર,

નણંદ મારે છે મને મેણાના માર !


સૌથી સવાયો છે મારો ભરથાર,

સૂણે ના વાત કોઈ મારી લગાર !


લોક સૌ ભેળા થઈ હાંસી ઊડાવશે,

પ્રીતમાં કાન ઘેલી કહીને બોલાવશે !


તારીમારી પ્રીત ક્યાં કોઈથી અજાણ !

તારી સદા હું, તારામાં જ રમમાણ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance