દેવદૂત
દેવદૂત
ઈશ્વરે સર્જ્યા એને ધરતીના દેવદૂત,
ન કરે ફરક એ હોય રંક કે હોય ભૂપ !
લાગણીભર્યા વેણ; સાથે હસતું મુખ,
જોઈ એને ભાગે દરદીનું અડધું દુઃખ !
ના જુએ રાતદિવસના કોઈ તહેવાર,
દવાખાનામાં સમાયેલો એનો સંસાર !
માતાપિતા, ઘર પરિવારના એ આધાર,
ઘર ડોકટરને મન દરદી પણ પરિવાર !
આપે એ નવજીવન એવી સૌને આસ,
જિંદગીના રંગમંચ પર પાત્ર એનું ખાસ !
