STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

4  

Shaurya Parmar

Inspirational Others

જલસાથી

જલસાથી

1 min
903


જીવવાનું જલસાથી

બોવ વિચારવાનું નઈ,


દુઃખ મળે, સહી લેવાનું,

એને પાથરવાનું નઈ,


સુખ મળે તો વહેંચવાનું,

એને સંઘરવાનું નઈ,


કરમથી મળેલ લેવાનું,

બાકી મફત વાપરવાનું નઈ,


તાકાત પ્રમાણે દોરવાનું,

ખોટેખોટું ચીતરવાનું નઈ,


અણધાર્યું થવા દેવાનું,

તેને નકારવાનું નઈ,


સત્ય સાથે ચાલવાનું,

ખોટું સ્વીકારવાનું નઈ,


ભેગું કરી માળો બનાવો,

મળેલું વિખેરવાનું નઈ,


દોસ્ત કંઈક લઈ પણ લે,

તેને ઉધારવાનું નઈ,


સ્વને ઓળખવાના ફકત,

બાકી સુધરવાનું નઈ,


જીવવાનું જલસાથી

બોવ વિચારવાનું નઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational