STORYMIRROR

Prakash Makwana "Prem"

Inspirational Others

4  

Prakash Makwana "Prem"

Inspirational Others

ચશ્માં અનેક

ચશ્માં અનેક

1 min
278

એક અમથી વાતની અફવા અનેક,

દ્રશ્ય તો છે એક, પણ ચશ્માં અનેક.


જીંદગીનાં મંચ પર ખેલાય છે,

ખેલ પરમાણે નવી ઘટના અનેક.


તૃપ્ત ક્યાં એ થાય છે છેલ્લે સુધી,

જીવ તો એકજ હતો - મનષા અનેક.


સાવ ખુલ્લી બાજીએ જે હારતા,

બંધ બાજીઓ અહીં રમતા અનેક.


વાસ્તવમાં હોય છે ભારે ઘણું,

અર્થ જેના થાય છે હળવા અનેક.


બ્હારથી લાગી રહ્યા જે શાંત જણ,

મનમાં કોરી ખાય છે ચર્ચા અનેક.


એક - થડ આધાર છે એવું નથી,

એને જકડી રાખતા મૂળિયા અનેક.


મોજ તરવાની ભૂલી ગઇ માછલી,

તાકમાં ઊભા હતા બગલા અનેક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational