STORYMIRROR

Prakash Makwana "Prem"

Drama Tragedy

4  

Prakash Makwana "Prem"

Drama Tragedy

ગઝલ - પરમ

ગઝલ - પરમ

1 min
484

તમારા કપાળે નિશાની ધરમની,

અમારા કપાળે કહાની કરમની.


નથી મંદિરોમાં, નથી મસ્જિદોમાં,

પરમતત્વ લાગે છે વાતો ભરમની.


બને તેજ પૂંજો, જલાવો હૃદયને,

ધીમી આગ ચાંપી દો એવા મરમની.


નિ:સાસા બની માત્ર આંસુ લખાશે,

માણસથી હણાતી મિજાજી કલમની.


નિરસ છે ઉજાણી જીવનના સફરની,

અમે માણીશું મિજબાની પરમની.


Rate this content
Log in

Similar gujarati poem from Drama