Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

સંસાર

સંસાર

1 min
544


અહીં તો પ્રેમ, પીડા, આનંદનો, રસાસ્વાદ મધૂરો!

થઈ જાઉં રસતરબોળ સર્વમાં ,

રંગ ન મારો રહે એકેય અધૂરો !

    છે આ તો રમણીય સંસાર !


ચિત્રમાં વિચિત્ર, વિચિત્રમાં ચિત્ર, 

ગુપ્ત રંગોથી સજ્જ માયાળુ !

વિભિન્નતામાં ભિન્ન થવું પડે, 

અનિવાર્યતાનો લઈને ગુણ દયાળુ! 

     છે આ તો રમણીય સંસાર!


નીતનવી રમતો રમાય,

ને ફેંકાઈ પાસાં અવળા અવળા !

સુઝબુઝથી જીતી લેવાઈ,

કરી અંતરના પાસાં સવળા ! 

     છે આ તો રમણીય સંસાર!


સંજોગ હોય ગમે તેવા ,

છતાંય ન વિસરાઈ ઈશ ભક્તિને !

ગમતું ન મળે, યોગ્ય હોય એ મળે,

જાણીએ એ દૈવી શકિતને !

     છે આ તો રમણીય સંસાર!


જે હોય ફરજ નિભાવીને ,

સંસ્કારી પુષ્પ સાર્થક કરી લઈએ !

નયનરમ્ય થઈ શોધીને અદ્રશ્ય 'સ્વપ્નીલ'ને ,

આ જ હક્ક લઈને જઈએ !

     છે આ તો રમણીય સંસાર!

     કડવો છતાંય મીઠો સંસાર!

     'જળ કમળવત્' રહી માણીએ આ સંસાર!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational