STORYMIRROR

Rekha Shukla

Inspirational Others

4  

Rekha Shukla

Inspirational Others

મા પુષ્પ ગુલાબનું

મા પુષ્પ ગુલાબનું

1 min
725


કોખથી છુટો પડ્યો, હું રડેલો "માં" તુ રડેલી !

ગોદમાં હું રમેલો ખુબ હસેલો તું હસેલી !


બેસતા હું શીખેલો બોલ્યો "માં" તુ રડેલી,

પા-પા પગલી પાડી ગળે બાઝી પડેલી.


ગોળ ગોળ હું ભગાવતો, હું બહુ સતાવતો,

દુધનો પ્યાલો લઈને ગોતે હું સંતાઈ જાતો.


સ્કુલે મુકવા હસ્તા મુખે સજળ નૈને જોતો,

છુટતા ગળેથી હું રડેલો વળી વળી જોતો.


મિત્રોમાં મશ્ગુલ રમતગમત ખુબ રમતો,

સ્કુલ પતી તે સમર ખુબ ફર્યો'તો હસતો.


પપ્પાની કાર્બન-કોપી કહે હું મલકાતો,

ગર્વથી ભીની આંખો ચશ્માં લુછતીતે જોતો.


યુનિ-માંથી આવી રડ્યો ક્રુશ હથેળી ચુમતો,

મીઠું મોં કરાવ્યું જોબ મળી,તું રડેલી.


લગ્ન વખતે હરખાતી ઘડી-ઘડી આંખો લુછતી,

પાગલ મનવા દિલના સંભલે કૈં ચુમી લેતી,


પેહલા ખોળે પુત્ર વધામણી સફેદી માથે વધતી,

ના'ની તારી ના'ના તારા કહી સંગે રમતી.


ઠુમક-ઠુમક મુજ બાળ રમાડે હું જો'તો હસતી,

દુઘનો પ્યાલો લઈને ગોતે ઘીમે ફરતી.


ગોળ ગોળ ફરી મુજ્ને જ જાણે શોધતી,

રડતાં રડતાં યાદ કરું આજ તું દુર નજરથી.


"પાપા ના'ની" છબીને ચુમી બાળ નજર હસતી,

ક્યાંથી લાવું "મા" ફરીથી આંખો મારી રડતી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational