રંગ બરસે
રંગ બરસે
દેશ ભક્તિ નો રંગ ચડાવી દે દ્વાર તુજ ના બાળ અનેરું આ તો ફાગણનું ફૂલ જાણે સોનાનું ફૂલ..જાણે પોપટની લાલ ચાંચ ..જાણે આગની જ્વાળા જેવો ભડ ભડ બળતો લાલ ચટક માંસનો ટુકડો..ઉર્ફે પલાશવન..એની છટા જાણે કેસરી છાંટ ,એમા સંધ્યાની લાલીમા..ખરી પડતા નીચે ફૂલના ઢગલાં જાણે વસંતના પગલાં.. ધરતીએ ઓઢી જાણે કેસરી ચાદર..એમા સંભળાય ધીમા પગલે; વસંતની આહટ..હળવા સ્પર્શનો અહેસાસ..જાણે.. ભીનાશની માંસલ કૂમાશ..હૈયામા ખેલાતો ફાગ જાણે ફોરમતા ફાગણનો ફાગ...જાણે જોબનીયું ફાટ ફાટ ..વાસંતી વાયરામા રેલાતો આ તો છે ફાગણનો ફાગ.. આ તો ફાગણનું ફૂલ જાણે સોનાનું ફૂલ..હો શ્યામ પિયા મોરી રંગ દે ચુનરીયા કારણ તો સાંભળ ::::
મને બાળ રહેવું ગમે કા’ન
મને રાધા રહેવું ગમે કા’ન
વગાડે વાંસળી સૂરે કા’ન
ભૂલાય સાન ભાન કા’ન
મુગ્ધ સાંભળવું ગમે કા’ન
લઇ આવું પાથરણું કા’ન
ચાંદો લાવે ચાંદરણું કા’ન
કુંજ ગલી ટહુકી કૂક કા’ન
નભ રંગી કેસુડીયું કા’ન
રમવા રાસ બોલાવે કા’ન.

