સંગમ
સંગમ
રાહત જ્યારે હું ના સાંભળું.
કે વળી જ્યારે હું સાંભળું,
ન ઉકળતા કોઈ તોફાન;
ખાલી આ પાંસળામાં ગૂંજતા હાસ્ય પર વિશ્વાસ રાખી,
બેઠી શબ્દો ખોળું વર્ણવવા એ,
રાહત જ્યારે હું ના…
લોચને લોભાણી રે,
માવા તારી મીટડિયે....
જે નો આવ્યા આજો જાણી,
સરોવર ગઈ'તી પાણી,
બોલડે બંધાણી રે...
માવા તારી...
જેણે રસ પીધા જાણી,
પિયુજીની છે પટરાણી,
ઠીક તો ઠેરાણી રે...
માવા તારી...
સાંભળો સૈયર…
સ્પર્શ તારા નામનો ઝીલ્યો હતો,
જે પવનની ડાળીએ ખીલ્યો હતો,
એજ સ્પર્શે શબ્દ પ્રગટાવ્યો અમે,
લાગણીના દોરથી ગૂંથ્યો હતો.