STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

કબીરા

કબીરા

1 min
418

કાયા એમાં જીવ કબીરા, 

બંને જબરા યાર કબીરા, 


જન્મ મરણ સાથે કબીરા,  

એ તે કેવો પ્યાર કબીરા, 


જનમ છે ઉધાર કબીરા,

પોતાને સુધાર કબીરા,


છળ કપટ સઘળે કબીરા, 

એમાં થા દિલદાર કબીરા,


દુઃખમાં દે તું હૂંફ કબીરા, 

સુખના વાગે તાર કબીરા,


ડંખીલા છે માણસ કબીરા, 

તું પંપાળીને ઠાર કબીરા,


જીવાડી દે તું આજ કબીરા, 

વરસાવી દે ચોધાર કબીરા, 


નાનકડા ભવમાં કબીરા, 

ખભા હશે ચાર કબીરા,


ભવનો તું આધાર કબીરા, 

કર અમને ભવપાર કબીરા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational